વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જીવન

ક્યારેક સીધું છે તો ક્યારેક વાંકું,
આ જીવન કેરું ગાડું છે ચલાવવાનું.

દરેક જીવ પ્રત્યે દયાભાવ દાખવવાનું,
હાલતાં ચાલતાં શ્રી હરિને ભજવાનું.

સાંજ પડતાં જ સૂરજને આથમવાનું,
માની લે તું માનવ એક દિન સૌને જવાનું.

જાણે અજાણે ક્યારેક મૌન સેવવાનું,
કટુ વાણી ઉચ્ચરીને નહીં બગાડવાનું.

ધર્મની રક્ષા કાજે નેક કામ કરવાનું,
મનમાં મિથ્યા અભિમાન નહીં આણવાનું.

"અમી" સત્યના પથ પર ચાલતાં રહેવાનું,
કર્મ જ તારા સંગાથી છે માની ચાલવાનું.

અલ્પા નિર્મળ "અમી"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ