વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મહાદેવને મારે મળવું છે!

ઊંચે ઉડુ આસમાની આકાશે હું;

પંખીઓ સાથે વાતો કરવી છે.


ગીતો ગાતાં પંખીઓ સાથે, 

સૂરજદાદાને મારે મળવું છે.


લીલાં ઊંચા વૃક્ષો પર બેસી,

ચાંદામામાને ઘેર રાતે જાવું છે.


ખળ ખળ વહેતાં ઝરણાં સાથે,

દરિયાલાલને મારે ભેટવું છે. 


ઘનઘોર વાદળાંની વચ્ચે બેસી,

વરસાદ સાથે વરસવું છે.


 ઠંડા હિમાલયની વચ્ચે રહેતા,

 મહાદેવને મારે મળવું છે.


મહાદેવના દર્શન મારે કરવા છે;

‘રંગીલા સપનાઓ’ મારા,

પૂર્ણ કરજો તેમ કહેવું છે.

મહાદેવને મારે મળવું છે.




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ