ચાંદ પર નગર વસાવીએ
ચાંદ પર એક નગર વસાવીએ
બધાથી અલગ દુનિયા સજાવીએ.
પ્રેમથી પળ પળ વિતાવશું,
સપનાંની જિંદગી સજાવીએ.
આવે ખટરાગ જીવનમાં ,પણ
મનમાં ભેદભાવ ન રાખીએ.
વચનોબદ્ધ બની રહી આપણે,
પ્રેમનું ઉમદા ઉદાહરણ બનીએ.
રાચતાં હશે ઘણાં આવી જિંદગી,
ચાલ આપણે વાસ્તવિક જીવીએ.
અલ્પા નિર્મળ "અમી"
