વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વસંતને વધાવીએ

વસંતને વધાવીએ

**************


થયું અજવાળું ચાલને પેલા સૂરજને મળીએ,

ચાલને ભેરુ તેની ભાળ મેળવવા દોડીએ.


આવી  પ્રેમની વસંત ચાલને વધાવીએ,

ફરી પાંગરતી પ્રકૃતિ ચાલને નિહાળીએ.


છલકાય છે જો કેવું પ્રકૃતિનું યૌવન,

આંખથી જોઈ હ્યદયમાં તસ્વીર બનાવીએ.


ખીલી ઉઠી છે આમ્ર મંજરી ને ખીલ્યો પલાશ,

રાતા પીળા રંગો  આપણા મનમાં ભરીએ.


હાલને ભેરુ સીમાડે જઈ લટાર મારીએ,

કિનારે થતાં સૂરજ ને ઘરાના મિલનને માણીએ. 


અલ્પા નિર્મળ "અમી"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ