વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નિરાંત

જિંદગીની ભાગંભગમાં ખોવાય નિરાંત,
છે નઝર સમક્ષ કેટલાય એવા દ્રષ્ટાંત.

બેસીને ક્યાં માણી શકાય એક ક્ષણ?
આખો દિવસ થાય પસાર જાણે હોય નિષ્ણાંત.

આમ તેમ ભટકીને દિવસ પૂરો કરીએ,
અનુસરીએ, જાણે જીવનનો હોય એ સિધ્ધાંત.

શ્વાસ પણ ચાલે હવે તો કેવા ખાતર,
રોજની ઉપાધિમાં ખોવાય જાય છે એકાંત.

ગમે તેટલું કરી લેશો "અમી" તોયે,
સારા હોવાની ઉપાધિ તો મળશે મરણોપરાંત.

અલ્પા નિર્મળ "અમી"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ