વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખુમારી ભર્યા અંદાજ અમારો......

છે થોડીક ખુમારી ભર્યા અંદાજ અમારો,
એક મિત્ર સાથે છે ભાઈ જેવો,
ને હોય સામે જોવા આખો નદી કિનારો,
પછી ક્યાં કોઈ બીજી માયા નો મોહ છે અમને,
દોસ્તાર હોય નદી ના વહેણ જેવો,
પછી ક્યાંથી ઓછો થવાનો અંદાજ,
ખુમારી ભર્યા અમારો.

નથી ગુસ્સો પણ શોખ છે વીરતા રાખવાનો,
નહીં ઝુકતા અમે, 
પણ પ્રેમથી બધાને મળવાનો અંદાજ છે અમારો,
કેમ કે દિલમાં છે અહિયાં પ્રેમનો સાગર મોટો,
એટલે જ તોહ છે થોડીક ખુમારી ભર્યા અંદાજ અમારો.

સફર લાંબો થઈ જાય તો એક સ્મરણ કરજે,
આ નયનને આંસુ ભરાય તો એક વાર યાદ કરજે,
કેમ કે અમે વાદળ જેવી છાંયો કરી જઈશું,
તમારા માટે હંમેશા ધબકતા રહીશું…
ને આ જ તોહ છે થોડીક ખુમારી ભર્યા અંદાજ અમારો.

Writer ✍???? :- Kirtan Chheta 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ