હાઈકુ શબ્દસાગર ભાગ-૭
ભોળો ભરથાર
(૧)
એતો ભલે ને
ઉલટી દશે ઉભી
છે ધર્મપત્ની
(૨)
ભલેને રાખે
મોટી દાઢીને મૂછો
છે ભરથાર
(૩)
ભલેને ભોળી
મેનેજર છે પાકી
મોઢે હિસાબ
(૪)
છે કમજોર
છતાં બની માવડી
થૈ પૂર્ણ નારી..!
(૫)
ભલેને કાળો
તોય,સંસારે તારી
રાધા; કન્હૈયા..!
(૬)
હતો સાવજ
ડરામણો ચહેરો
આજ પાલતું..!
(૭)
વ્રતો રાખીને
માગ્યો ભોળો વાલમ
સાતો જનમ..!
(૮)
અંધકારમાં
એની આંખો ચમકે
બાકીનું કાળું..!
(૯)
શેરીમાં જોઈ
શ્વાનો ખૂબ ભસતાં
કંથ અજાણ્યો..!
(૧૦)
સદાયે હારે
મીઠી નોકજોકમાં
પહોંચું કેમ?
(૧૧)
બની બાળક
બાંટતો રહ્યો સ્નેહ
પ્રેમ ઘેલુંડો
(૧૨)
ભોળો ચહેરો
મારી બંધ આંખોમાં
મનગમતો
(૧૩)
જાણી બુજીને
હારતો રમતમાં
છે બાજીગર..!
(૧૪)
ઘડીમાં રીસે
પળભરમાં રીઝે
નિર્દોષ વાલો..!
????એકાંતની કલમે...
જયંતિલાલ વાઘેલા (એકાંત)
મુંબઈ .
◆હાઈકુ : બંધારણ (૫-૭-૫)◆
જાપાનીઝ સાહિત્યનું (પદ્યરૂપ) ટૂંકુંકાવ્ય એટલે હાઈકુ.આ ટૂંકુંકાવ્ય (હાઈકુ : ૫-૭-૫) ત્રણ પંક્તિઓનું બને છે.ત્રણ લીટીનાં બંધારણમાં રહીને રજૂ કરવાના હોય છે. કુલ (૧૪) હાઈકુઓ ભેગાં મળીને એક હાઈકુ (સોનેટ) બને છે.
