વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હાઈકુ શબ્દસાગર ભાગ-૮


દીકરી..!


(૧)

મ્હેંદી લગાડી

વિદાય અંજવાળું

રહ્યાં સ્મરણો..!         

(૨)

વરસો પછી

સાસરયે વળાવી

ઘરની હૂંફ..!

(૩)

સજળ નેત્રે

ખળખળ સરિતા

સાસરે ચાલી..!

(૪)

ઘરની જ્યોતિ

ઘરનું ચેતન હણી

સાસરે ચાલી..!

(૫)

થૈ બેબાકળું

મા-બાપનું આંગણુ

ભીતર રડે..!

(૬)

મીઠી મધુર 

પાયલ ખનકતી 

આજ નીરવ..!

(૭)

મહેંદી મૂકી

સ્વજનોને રડાવી

સાસરે ચાલી..!

(૮)

ઘરની ભીંતે

બંને હાથનાં થાપા

બાને રડાવે..!

(૯)

ભરી ખાલીપો

સુમસામ શેરીમાં

સાસરે ચાલી..!

(૧૦)

બાપની આંખો

ટપ ટપ ટપકે

આંગણું ખાલી..!

(૧૧)

મ્હેંદીમાં ભરી 

મમતા માબાપની

સાસરે ચાલી..!

(૧૨)

રંગબેરંગી

આંગણિયે રંગોળી

ફીકી કે'ભાસે

(૧૩)

ઘરની ગોખે

દીવડો ડગમગે

ઉજાસભુલી..!

(૧૪)

સજી શૃંગાર

નિરખતી દર્પણે

પિયુની છબી..!


એકાંતની કલમે...✒️


જયંતિલાલ વાઘેલા (એકાંત)

મુંબઈ.


◆હાઈકુ : બંધારણ (૫-૭-૫)◆


જાપાનીઝ સાહિત્યનું (પદ્યરૂપ) ટૂંકુંકાવ્ય એટલે હાઈકુ. આ ટૂંકુંકાવ્ય (હાઈકુ : ૫-૭-૫) ત્રણ પંક્તિઓનું બને છે. ત્રણ લીટીનાં બંધારણમાં રહીને રજૂ કરવાના હોય છે. કુલ (૧૪) હાઈકુઓ ભેગાં મળીને એક હાઈકુ (સોનેટ) બને છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ