વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું ને તું

તું ચંદ્રમાં હું ચાંદની તારી
નભ સાથે જોડાયેલા હું ને તું
તારલાઓ ભલે હોય ઓઝલ 
આપણી રોશની હું ને તું
વાદળો રમે ક્યાંક સંતાકૂકડી 
એકબીજા મા સંતાયા હું ને તું
લહેરાતો પવન મંદ મંદ એ ધારા પર જ્યારે
 જોડે રેલાતી રેલાતી ચાંદની હું ને તું

ભલે અંતર હોય આપણા વચ્ચે
ધબકારે ધબકે સાથે હું ને તું
સાંજના સાંભળીએ એકસાથે સ્વર
નીસર્ગની વીણા જેવા હું ને તું

આકાશના કિનારે સપનાને રંગવા
એક જ ઈચ્છાનો રંગ હોઈ હું ને તું
સમયની વાટે ચાલતાં રહીએ
પણ ન છૂટે કદી બંધન હું ને તું

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ