વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વહેમમાં

અચાનક ભીંજવાતું મન વિતેલ યાદોથી,
એ વરસે પલ પલ તારી વાતોથી।
જ્યાં છુપાવું ખુદને જગની નજરથી,
ત્યાં મળે તું, હસીને, જૂની ગુફ્તગૂથી।

તું ભૂલી ગયો હશે એ પળોને કદાચ,
પણ હું જીવું છું એમાં આજે પણ આજ।
તું રહી ગયો એક અધૂરું સપનું બની,
હું જીવતી રહી આંખોમાં પાણી લઈ।

તું પૂછે કે કેમ હજુ પણ તારી વાત થાય?
એ દિલ છે સાહેબ, દીઠું નહીં, પણ જતાં નહીં જાય।
હવે બસ એજ આશ છે, એક દિવસ તું સમજશે,
કે તું અલગ હું અલગ છતાંં ક્યાંક મળશું એકે દિ'...

ચાહે તું ના આવે પાછો મારી શોધમાં,
પણ એ સાંજ કે સવારે તું યાદ તો કરજે કોઇ વ્હેમમાં...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ