ભુલકણા નાં પત્રો
કે મોટે ભાગે આંખો ભીની થઈ હવે એને યાદ આવેશે,
વીતી ગયી તમામ ઘડી હવે એને યાદ આવેશે.
કે જીવનના ચડાણ માં પડ્યો ખુબ જ,
ને સહેલું નહોતું એકલાં ચડવું હવે એને યાદ આવેશે.
કે ભૂલો ભૂલાવી ઊંઘતાં સપનાનું ઘર વેરાણ કર્યું મેં,
એ ઘર ની કિંમત ને વળતર હવે એને યાદ આવેશે.
કે મૂંગી સ્મૃતિઓના દરિયા તરસ્યા છે શબ્દોની રાહમાં,
લે લખી દીધી મેં ગઝલ એ વાંચશે તો એને યાદ આવશે.
કે હળવી હળવી વાતોમાં સંતાઈ ગયું તું એનું મીઠું ચાકુ,
એ ચાકુ એ પ્રમાણે તડપાવશે કે એને મારી યાદ આવેશે.
કે એમ ક્યાંક દસ્તાવેજ કરેલો એક ભુલકણાયે,
કે હવે ભુલતા ભુલતા પણ એને મારી યાદ આવશે.
✍🏻 કિર્તન છેતા
