વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારું વ્યસન

વાત ખાલી એટલીજ છે કે તું મારું વ્યસન છે...

તને સાંભળું તો એક નશો મળે છે હૂંફનો,

તને જોવું તો આંખોને એક  ઠંડક મળે છે,

તારા આવવાની રાહ જોવી મને ખૂબ ગમે છે,

તારા બેફિકરાઈથી આવવું અને આવ્યા પછી

પાછા જવાની ઉતાવળ ,

તારા આ બધાજ નખરા મને ગમે છે,

હું બીજું  તો શું કહું ..

મને આ તારા પ્રેમનો નશો ગમે છે...તું ન બોલે, તોય તારા મૌનથી વાત થઈ જાય છે.

તું એક નજરે જોઈ લે, તોય મારી  આખી રાત  વીતી જાય છે 

તું દુર હોય, તો પણ મારી આસપાસ તારી વાતો ગુંજે છે

તું સામે હોય ત્યારે દુનિયા ભૂલી જાઉં એવુ  પણ થાય છે 

તારી હરકતોથી પ્રેમ થયો છે,

મને લાગે છે કે મારી દરેક શ્વાસમાં તું વસે છે...

અને એ શ્વાસ પણ હવે તારા અભાવમાં ઉદાસ થઈ જાય છે


તું કહેશે નહીં પણ તારી આંખો બધું કહી જાય છે, 

મારા માટે મારી દુનિયા હવે તારા નામથી જ શરુ થાય છે.

✍️ સુચિતા રાવલ" સૂચિ 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ