કેશકલાપ
હવે
જ્યાં સુધી
આપોઆપ
સુકાઈ ન જાય
ત્યાં સુધી
બાંધી રાખું છું...
મુક્ત પવનમાં
છુટ્ટા નથી મૂકતી
મારાં ભીના કેશ...
છુટ્ટા મૂકતાં જ
મન વહેમાશે,
જાણે એ
કોઈ છાના ખૂણેથી
જોતાં હશે...!
વાળની લટ
ચહેરાંને સ્પર્શતા જ
મન વાટ જોશે
એ આવે અને
લટ સંકોરી દે...
પણ
એ તો
દૂરથી
સાદ કરે છે...
મને તો મુક્ત કર્યું
હવે કેશને પણ
મુક્ત વિહરવા દે!
- 'ધાનિ'
