અધૂરા પ્રેમની યાદ..!
અધૂરા પ્રેમની કથા હૈયે અંકાઈ ગઈ,
સપના સમી પળો આંખોમાં વસાઈ ગઈ.
કદાચ તારી આંખોમાં કોઈ બીજું સ્વપ્ન હતું,
પણ મારી દુનિયા તો ફક્ત તારા નામે સજાઈ ગઈ.
સ્મરણોના સૂરજ કદી ઢળ્યા નથી,
તારી યાદોના ચાંદ કદી ઓગળ્યા નથી.
હું આજે પણ એ જ રસ્તે રાહ જોઈ રહ્યો છું ,
જ્યાં તારા પગલાં કદી અટક્યા નથી.
તું હતી મારી પ્રાર્થનાની અધૂરી આરતી,
તું હતી હૈયાની સૌથી નજીકની વાર્તા.
પણ ભાગ્યે એ લખ્યું જ નહોતું આપણું મળવું,
અને અધૂરો જ રહી ગયો પ્રેમનો સંવાદ તારી.
સાંજ પડે ત્યારે તારા શબ્દો યાદ આવે,
ચાંદ ચડે ત્યારે તારી છબી આંખોમાં ઝળહળે.
રાતભર તારાં સ્મરણો સાથે સંવાદ કરું છું,
સવાર થાય તો ખાલીપણું જ મનમાં ઘેરાયે.
હું માનતો હતો તું જ અંતિમ સાથી હશે,
મારી દરેક ધડકનમાં ફક્ત તું જ બસી હશે.
પણ કિસ્મતની લકીરોએ સાથ છીનવી લીધો,
અને હું તારા વિના અધૂરો જ રહી ગયો.
આજે પણ તારી યાદો સંગીત સમી વાગે છે,
દરેક પળે તારી ગેરહાજરી દિલને ચીરી જાય છે.
પ્રેમ તો સાચ્ચો હતો, બસ અધૂરો રહી ગયો,
અને એ જ અધૂરાપણું હવે જીંદગીની ઓળખ બની જાય છે..!
