તને રાજી રાખવા
તને રાજી રાખવા મેં ઘણું દાવ પર લગાવ્યું,
તારો સાથ પામવા જીવને કેટલુ કાકડાવ્યું.
દિવસ-રાત તારી લાગણીમાં મનને મગ્ન કરાવ્યું,
ને આમજ જીવનનું સર્વસ્વ મેં વેડફાવ્યું.
કરગરવું શીખ્યું નથી જીવનમાં ક્યારે,
તોય તારો પ્રેમ પામવા મનને ઘણું રઝડાવ્યું.
મારું સ્વમાન મારી મૂડી હતી અનમોલ,
તોય તારા માટે મેં એને સાવ ફંગળાવ્યું.
વાત નાની હતી, પરંતુ તે મોટું કરી ચગાવ્યું
હવે નથી કશું બાકી આ હૃદયમાં તારા માટે,
ફક્ત મારા મનને એટલું મેં સમજાવ્યું.
