સૂર-ધનુષ
એનું
સૂરજગત
મારાં
કલ્પનાજગત પર
ભારે પડ્યું...
એના
સંગીતના
સાત સૂર
મારાં લેખનના
સઘળાં વર્ણો પર
ભારે પડયા...
એનો
મધુર સ્વર
મારાં
પડઘમ અવાજ પર
ભારે પડયો...
એની
ધૂન
મારાં છંદોલય પર
ભારે પડી...
એનો
આલાપ
મારા કટાર લેખ પર
ભારે પડયો...
એનું
ગિટાર
મારી કલમ પર
ભારે પડ્યું...
અંતે
હું એના
મેઘધનુષ જેવાં
સાત સૂરોમાં
વિલીન થઈ ગઈ...!
- 'ધાનિ'
