સરવૈયું
એ
વરસાદી સાંજે
એણે
એક મધુર ગીત
ગણગણતા
પોતાના
ભીના વાળમાં
સુંવાળી આંગળીઓ
ફેરવી
અને
બે-ચાર ટીપાં
મારા પર પડ્યા,
બે-ચાર ઘડી
ધબકારા ચૂકી જવાયાં
એનું
ગીત ગુંજન
મારા
રોમ રોમમાં
સંગીત જગાવી ગયું,
એ ભીનાશ
હજી સુકાઈ નથી...
એ સંગીતની
ધ્વનિ
હજી શાંત થઈ નથી...
એ
ચૂકાઈ ગયેલાં
ધબકારાનું સરવૈયું
હજી મળતું નથી...!
- 'ધાનિ'
