પિતાનો પરસેવો
પગલે પગલે ધરતી ભીની કરે પિતાનો પરસેવો,
ઘરનાં દીવાં રોશન કરે પિતાનો પરસેવો.
તપતાં તડકામાં પણ હાસ્ય ચહેરે રહે છે,
દુખને હળવાં શબ્દે ભરે પિતાનો પરસેવો.
સપનાને હાથ આપી ઊભો રાખે ઘરનો પડકાર,
ધીમે ધીમે સમયને ઘડે પિતાનો પરસેવો.
બાળકનાં પગરખાંમાં સંગીત સમો ભણકાર,
દરેક ભણકારને અવાજ આપે પિતાનો પરસેવો.
‘કિર્તન’ લખે તો શબ્દ રડે કાગળ ભીંજાય,
મારી કલામના ગ્રંથમાં અમર રહે પિતાનો પરસેવો.
