પત્નીના શબ્દો
" પત્નીના શબ્દો "
લોક ડાઉન પછી......પત્નીના શબ્દો
ઘણું બધો બદલાવ આવી ગયો છે.
પહેલાં દિવસભર કામ કરતી રહેતી ,
તો પણ પતિને મારી કોઈ કદર નહોતી.
હવે તે સાથે રહી મારા કામમાં મદદ કરે છે.
તે મારા કામને પ્રત્યક્ષ નિહાળી ,
મારા વખાણ પણ કરે છે.
થોડાં દિવસથી તે પત્નીને એટલે મને સમજવા લાગ્યા છે.
હું કામ કરતી હોઉં અને જો મારા સાડીનો પાલવ ,
છૂટી જાય તો તે મને સરખો કરી આપે છે.
લોટ બાંધતી હોઉં અને જો મારા વાળ વિખેરાય ,
તો તેમનાં પ્રેમાળ હાથે વાળ સરખા કરી આપે છે.
હુ રોટલી વણુ છુ , તે મને શેકી આપે છે.
તે શાક સુધારે છે , હું વઘાર કરું છું.
છોકરા કેવી રીતે રાખતી હોઉં છું,
તે પણ તેમને મહેસુસ કર્યુ છે.
હું વાસણ માંજુ તે કોરા કરી આપે છે.
ધોયેલા કપડાં સૂકવવામાં મને મદદ કરે છે.
અરે ફ્રીજમાં પણ બોટલ ભરીને મૂકે છે.
છોડવાઓને હવે તે પાણી પીવડાવે છે.
મારો થાક હવે અડધો કરી આપે છે.
મારી પાસે રહી મને ઓળખે છે.
આટલાં વર્ષો સુધી જે ખુશી હું શોધી રહી હતી ,
તે ખુશી હવે મને તેઓ આપવા માંગે છે.
કેમ કે તેમને હવે મારી કદર થવા લાગી છે.
મારી અહેમીયત સમજાવવા લાગી છે.
મને હવે પ્રેમ ભરપૂરને વહાલ મળી રહ્યો છે.
એક પત્નીના શબ્દો....
સંજય તરબદા "સાંજ"✍
