વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વસંત આવી



સૂકા વૃક્ષોમાં ફરી હરિયાળી બની વસંત આવી,
મનના આંગણે મીઠી લહેરો લઈને વસંત આવી.
ધરતી પહેરી લીલું વસ્ત્ર, આકાશ હસતું નિર્મળ,
કેસુડાના રંગથી દુનિયા રંગી, વસંત આવી.
પંખીઓના કલરવમાં નવજીવનનો સંગીત ગુંજે,
સૂની ડાળીએ આશાની કૂંપળ બની વસંત આવી.
શીત પવનની થરથરાહટ હવે ઓગળી શાંત થઈ,
ઉષ્ણતા ભર્યો સ્પર્શ લઈને પ્રીતમ જેવી વસંત આવી.
મનના જૂના દુઃખો પાંદડાં સમ તૂટી પડ્યા,
નવા સ્વપ્નોની કિરણ બની જીવનમાં વસંત આવી.
હૂંફાળા આ વાતાવરણ ની સાથે
તારા મારા પ્રેમનો રંગ લઈ વસંત આવી 

 "સૂચિ "

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ