આજના સમાજ ની દીકરી નો પોકાર
હું દીકરી છું...... મને જન્મ તા પહેલા જ શા માટે તોડો છો હજુ શ્વાસ પણ નથી લીધો ત્યાં જ મારા અસ્તિત્વને શા માટે મિટાવો છો
હું દીકરી છું..... મારા સપના છે મારે પણ આકાશને અડવાની ઈચ્છા છે પણ સમાજ હજુ મારા પગમાં બંધનો બાંધે છે
કહે છે -ઘરે વહેલી આવજે, ધીમે હસશે, વધારે બોલતી નહીં પણ કોઈ દીકરા ને પૂછે છે કે તું સમ્માન કરજે
રસ્તામાં ડર શાળા મા ડર,નોકરી મા ડર, ઘર ક્યારેક ડર
આઝાદ દેશમાં પણ મારી આઝાદી અધુરી કેમ ?
દહેજ ની આગ હજુ પણ સળગે છે સપના આજે પણ બળે છે કેટલીક દીકરીના આંસુસમાચાર બની જાય છે ,
પણ સમાજ થોડા દિવસોમાં બધું જ ભૂલી જાય છે
હું દયા નથી માંગતી હું સન્માનનો અધિકાર માંગુ છું અને રક્ષણ નહીં, મને સુરક્ષિત સમાજ જોઈએ છે , મને મૌન નહીં ,મને ન્યાય જોઈએ છે
જે દિવસે દીકરી નિર્ભય બનીને હસશે જે દિવસે સ્ત્રીનુ સન્માન દરેક ઘરની ઓળખ બનશે તે દિવસે જ આપણો સમાજ મહાન કહેવાશે....
Hitvanshi jambukiya 


