વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વરસાદમાં

ક્યાંક દીઠા હૈતાળ હૈયા
પ્રેયસી નિજ પ્રીતમ સંગે
હસ્ત હસ્તને જોડતા
નિજ આનંદમાં મગ્ન

પ્રેયસી ઓષ્ટે હાસ્ય લસે
ત્યહી પ્રીયના અંગોમાં ફરતો
કંપનનો આછો ધબકાર
અન્યોન્યમાં નિમગ્ન

આકાશેથી ખરતો ઝરમર વારી
ત્યહી પ્રેયસી થરથરતી
લપાતી, અંગમહી છુપાતી
પરે પસવરતો હાથ સંલગ્ન

છમ્મ ક્યાકથી ધબક ઉઠતી
આછી આછી ધબક
આછા ધબકારે ફફડી ઉઠતા
હૈતાળ હૈયા જલમગ્ન

કવિ - પ્રકાશ પટેલ 'સાત્વિક'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ