વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્ત્રી થઈ ગઈ

એક અલ્લડ છોકરી અલ્લડતા મૂકી ને ધીરગંભીર થઈ ગઈ.

કંઈ પણ ના ચલાવી લેનાર આજે બધું ચલાવી લેતી થઈ ગઈ.

નાની નાની વાતો ઉપર ગુસ્સે થઈ જતી છોકરી આજે મોટી મોટી વાતો પણ સહન કરતી થઈ ગઈ.

પોતાની પસંદ અધિકારથી રાખતી છોકરી આજે બીજાની પસંદ ઉપર જીવતી થઈ ગઈ.

સતત કલબલાટ કરતી છોકરી મૂકપ્રેક્ષક થઈ ગઈ.

પોતાની વાત ક્યારેય મનમાં ના રાખનારી આજે બધું પોતાની અંદર રાખતી થઈ ગઈ.

ખિલખિલાટ કરતી છોકરી હવે ફક્ત સ્મિત આપતી થઈ ગઈ.

જેના અવાજનો પડઘો પડતો, એ અવાજ બસ જરૂર પૂરતો સંભળાતો થઈ ગયો.

પોતાની શરતો ઉપર જીવનારી આજે બીજાનું માનતી થઈ ગઈ.

આખરે વધુ એક છોકરી પોતાની જાત ભૂલી ને સ્ત્રી થઈ ગઈ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ