વરસી જા
અરે લુચ્ચા, હવે તો વરસી જા,
આ ધિખેલી ધરાને ધરવી જા. અરે...
મેઘલા જીરવે ના જળનો ભાર,
સરિતાના નીરને છલકાવી જા. અરે...
ઓલો જગનો તાત નેજે જોવે,
રુદિયામાં એની ટાઢક વાળી જા. અરે...
ખેતરમાં ખાલીપો ડરામણો લાગે,
બીજની ઘોર નિદ્રાને ઉડાડી જા. અરે...
દાદુર, મોર, ચાતકની મૂંગી વ્યથા,
બાળકોને થનગનાટ નચાવી જા. અરે...
મન મૂકીને હવે તો વરસી જા,
નિ:શબ્દ વસુધાને બોલાવી જા. અરે...
- દિલીપ એચ. ધાડવી (નિ:શબ્દ)
