વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એ પપ્પા


આપણા ગુજરાતમાં કહેવત છે, "માગ્યા વગર તો માં પણ ન પીરસે."


પણ માંગ્યા પહેલાં જ જે આપે અને સતત આપણી માંગણીઓ પૂરી કરવામાં પોતાનું આખું જીવન પસાર કરે, એ પપ્પા.


જે રૂપિયા આપણા શોખ પૂરા કરે છે, એ રૂપિયા કમાવવા માટે જેણે પોતાના શોખ ત્યજી દીધા હોય, એ પપ્પા


પડ્યા પછી તો કદાચ ઘણા લોકો ઉભા કરવા આવશે, પણ "તું આગળ વધ, હું છું ને!" એવો આત્મવિશ્વાસ આપી જે જીવતા શીખવે, એ પપ્પા.


ગુસ્સાવાળા લાગે, રોકટોક કરે, છતાં બધાથી પહેલાં સાચવનાર હોય, એ પપ્પા.


આપણા નામથી તો કદાચ ચાર લોકો ઓળખે, પણ ચારસો લોકો જેના નામથી આપણને ઓળખે, એ નામ એટલે પપ્પાનું નામ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ