મૌન
દિલના અરમાનોને તોડે છે કોઈ,
સાથ આપીને પછી છોડે છે કોઈ.
દિશા નથી ને નથી કોઈ મંઝિલ,
મજધારે લાવીને મૂકે છે કોઈ.
હે કાચના કારીગર ! તને પૂછું,
તૂટેલા દિલને પણ જોડે છે કોઈ ?
બાગમાં ઝાકળ ક્યાંથી ઊતરે?
આંખના આંસુને નિચોડે છે કોઈ.
પથ્થરની આ ખાંભી બોલી ઊઠે
પ્રેમમાં પોતાને હોમે છે કોઈ.
દર્દની સઘળી વ્યથા દિલમાં ભરી,
સ્મિત પાછળ એને ઢાંકે છે કોઈ.
'નિઃશબ્દ' દિલનો હાલ પૂછો નહીં,
મૌન રહીને પણ રડે છે કોઈ.
-દિલીપ એચ.ધાડવી (નિ:શબ્દ)
