વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જમાનો બદલાયો

જુઓ જુઓ જમાનો બદલાયો ,(૨)

આજે ફે‌શનના વાયરા વાય જમાનો બદલાયો ,

જુઓ જુઓ જમાનો બદલાયો (૧)


પહેલા સિતારામ સિતારામ બોલતા હતા ,(૨)

આજે બાય -બાય ને હેલ્લો બોલાય જમાનો બદલાયો 

જુઓ જુઓ જમાનો બદલાયો (૧)


પહેલા બા અને બાપુજી કહેતા હતા ,(૨)

હવે મમ્મી ને ડેડી બોલાય જમાનો બદલાયો 

જુઓ જુઓ જમાનો બદલાયો (૧)


પહેલા દુધ અને દહીં ખુબ ખાતા હતા (૨)

આજે  હોટલમાં બોટલ પીવાય જમાનો બદલાયો 

જુઓ જુઓ જમાનો બદલાયો (૧)


પહેલા શાક અને રોટલી ખાતા હતા, (૨)

હવે પીઝા ને બર્ગર  ખવાય જમાનો બદલાયો.

જુઓ જુઓ જમાનો બદલાયો (૧)


 પહેલા ગાય ને ભેંશ રાખતા હતા (૨)

હવે કુતરા ને ઘરમાં રખાય જમાનો બદલાયો 

જુઓ જુઓ જમાનો બદલાયો 


પહેલા રામાયણ  ની કથા કરતા હતા (૨)

આજે પીકચર ને સિરીયલ જોવાય  

 જુઓ જુઓ જમાનો બદલાયો (૧)

                     લી: વિઠ્ઠલભાઈ  લાગે ( ઉર્ફ:દગડુ )

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ