પસ્તાવો
ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી,
અમે દુનિયા સાથે દોસ્તી કરી લીધી.
તમે મહોબ્બતને રમત કહો છો,
અમે એમાં જિંદગી બરબાદ કરી લીધી.
બધાની નજરથી બચાવીને જોઈ લીધું,
આંખોથી આંખોમાં વાત કરી લીધી.
આશિકીમાં બેવફાઈ પણ બહુ જરૂરી છે,
અમે તો ક્યારેક બેવફાઈ કરી લીધી.
અમે નથી જાણતા કે દિલવાળાઓએ,
શા માટે અંધારાઓ સાથે દોસ્તી કરી લીધી.
'નિ:શબ્દ ' ધબકારાની સમાધિ થઈ ગઈ હશે,
દિલમાં દીવાલ શા માટે ઊભી કરી લીધી?
દિલીપ એચ.ધાડવી (નિ:શબ્દ)
28/8/26 (રક્ષાબંધન)
