વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શું કહેવાય.?

"શું કહેવાય?"

--------------

આવે છે,જાય છે,શ્વાસ.

પણ,કેવી રમત કરી જાય છે.?

શું આ ને જ જીવન કહેવાય છે.?

જાય શ્વાસ ને  શરીર શિથિલ થાય છે.

એક એક ઘટક માંથી ચેતના જાય છે.

શું આ ને જ મૃત્યુ કહેવાય છે.?

આયુષ્યનું અવલોકન આમ થાય છે.

જન્મ મૃત્યુ સુધીનો મડાઈ સરવાળો.

શું આ ને જ કહેવાય ઉંમર નો ગાળો.?

શ્રીમંતો ની કબર પર ઘીના દીવા થાય.

ગરીબોના ભોજનમાં ટીપુ તેલ ન દેખાય.

શું આ ને સમાજની અસમાનતા ન કહેવાય.?

પુત્ર નો જન્મ થયો પેંડા વેચાય.

પુત્રી જો જન્મે,....

માથાકૂટ,તકરાર ને પરિવારમાં યુદ્ધ થાય.

શું આ ને સંસારની ભેદ રેખા ન કહેવાય.,?

વ્યભિચારી,અત્યાચારી નો જયજયકાર થાય.

સ્ત્રીની હાલત દયનીય ને નાજુક થાય.

શું આ ને કલિયુગની શરૂઆત ન કહેવાય.?

🖊️ જયા.જાની.તળાજા."જીયા "









ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ