બા ની બંદગી
"બા ની બંદગી "
---------------
સૌના જીવનમાં હતાશા છવાઈ ગઈ.
પડી હતી એ રાત,ને ખૂબ લંબાઈ ગઈ.
બોલતી નહીં,બા બચત એમ કરતી.
નવાં નવાં કપડાં બાળકોને,
ને બાની સાડી, થીગળે વીંટાઈ ગઈ.
ધૂવે કપડા બા,બધાનાં બગલાની પાંખ જેવાં.
કીમિયો એનો,લાગે સાડીને,સાબુનાં સપોતરા દેવાં.
અપનાવ્યું પોતે,જીવન સંઘર્ષવાળું.
ને બાળકોને દોલત આપી ગઈ.
હૈયાત હતી,હેત વાળી બા.
એક હતું કુટુંબ,ને મમતા નેક હતી.
ભારુને ભેગા રાખતી ને,ભવ એમ ભાંગતી.
બા ગયાં,બારણાં ગયાં,મોકળા થયાં.
હતી અકબંધ ભીત,ને ત્યાં બાની છબી મુકાઈ ગઈ.
ગીતાનાં પાઠ,બા વહેલી સવારે વાંચતી.
અમને સૌને લાગતી,એ પ્રાર્થના કરતી.
બાના ગયા પછી,એની દિવ્યતા સમજાઈ ગઈ.
કર જોડી,કરતાં કુટુંબની પ્રાર્થના બા સાથે મળી.
બા ગયા,ને બંદગી બદલાઈ ગઈ.
પ્રભુની સ્તુતિ ને બદલે,બાની ધૂન ગવાઈ ગઈ.
બા,માતૃદેવ બની દિલમાં છવાઈ ગઈ.
ને,બાને શ્રાદધમાં ભાવાંજલિ અપાઈ ગઈ.
🖊️ જયા.જાની.તળાજા."જીયા "
