યાદો
આ જીવનના બધા ગમ હવે મારા છે.
એ તો સૌથી મોટા પ્રેમના ઈશારા છે.
દિલને રાખ્યું મે હંમેશા સંભાળીને
તેમણે તો ફકત દુઃખના ઉતારા છે
જે રસ્તાઓ ઉપર સાંજ રોજ ઉતરે છે.
ત્યાં તો હજુ યાદોના દીવા ઉજાળા છે.
મે શુ કર્યું ? ફકત દિવસો જીવ્યા છે.
તેમના નામે અનેક સપનાઓ સંવાર્યા છે.
આ ગલીમાં પ્રેમ ક્યાંય દૂર દેખાતો નથી.
હવે, ફકત એકાંતના લાંબા પડછાયા છે.
જિંદગીની રાહમાં હું હસતો રહ્યો સદા,
આંખની પાંપણ નીચે કેટલાં ધુમાડા છે
'નિઃશબ્દ' દિલની વાત કાગળમાં લખી.
શબ્દો તમારા પણ આ વેદના મારી છે.
- દિલીપ એચ.ધાડવી (નિઃશબ્દ)
