વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આદિવાસી સંસ્કૃતિ

વનરાજીની ગોદમાં ઉછર્યું જીવન અમારું,

માટી સાથે જોડાયેલું, નિર્મળ મન અમારું.

ઢોલના તાલે ધબકે, હૈયું હરખભર્યું,

તારલાંની છાંયામાં સ્વપ્નો છે સંવર્યું.

પર્વત અમારો સાથી, નદી અમારી વ્હાલિ,

વૃક્ષો સાથે સગપણ, ધરતી માતા નિરાળી.

પાંદડાંની સરસરાટમાં ગીતો ગુંજતા જાય,

મહુડાની મીઠી સુગંધ મનને મોહી જાય.

રંગબેરંગી વસ્ત્રોમાં લોકનૃત્યની છટા,

પરંપરાની પાંખો ફેલાવે આનંદની ઘટા.

વડીલોની વાણીમાં સંસ્કારનો ખજાનો,

લોકગીતોમાં જીવંત ઈતિહાસનો જમાનો.

પ્રકૃતિને પૂજવી, સૌ સાથે હળીમળી રહેવું,

ઓછામાં સુખ શોધી, પ્રેમથી જીવન જીવવું.

આદિવાસી સંસ્કૃતિ—ભારતની શાન છે,

માટી, માનવ અને પ્રકૃતિનું સુંદર ગાન છે.

જળવાઈ રહે પરંપરા, જળવાઈ રહે આ ઓળખ,

આદિવાસી સંસ્કૃતિ છે દેશની અમૂલ્ય ધરોહર.

દીપાંજલિ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ