વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું કોણ?



અચાનક હજારો લોકોની ભીડમાં થતો કોલાહલ શાંત થઈ ગયો,

જાણે હું એકલો પડી ગયો.


એકલો પડ્યો તો થયું, મળી લઉં મારી જાતને જરા.


ઉભો રહ્યો દર્પણ સામે પોતાની જાતને નિહાળવા,

પણ આ શું? કોઈ અજાણી વ્યક્તિ ઊભી હોય એવો ભાસ

પોતાના જ પ્રતિબિંબને જોઈને થયો.


મન વિચારોમાં ચડી ગયું ને પૂછી બેઠું પ્રશ્ન—

હું કોણ?


શું જવાબ આપું આ મનને કે

ઉંમર સાથે જવાબદારી વધતાં

પોતાની જાત માટે જીવવાનું ભૂલી જનાર વ્યક્તિ

જે દર્પણમાં દેખાય છે.


હું કોણ?


કદાચ જરૂરિયાતો પૂરી કરવા

પોતાના જ શોખ અને સપનાઓની હત્યા કરનાર વ્યક્તિ.


હું કોણ?


જે બીજા માટે જીવતાં જીવતાં

પોતાની જાતને ભૂલી

પોતાનો જ અપરાધી બનનાર વ્યક્તિ.


સાચું કહું છું,

સમય મળે તો પૂછજો તમે પણ તમારી જાતને ક્યારેક—


હું કોણ?


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ