વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મહાન પિતા

મહાન પિતા 

-----------

જીવ આપીને જીવન ઘડનાર. 

કેમ કરી ભૂલાય ?

જાત ખર્ચીને મકાન આપે.

આરામદાયી જિંદગી બનાવે. 

એને કેમ કરી ભુલાય ?

ભૂખ્યા નહીં કદી સુવાડે, 

જેના શ્રમથી ઘરમાં, 

અવનવા પકવાન રંધાય.

એ કેમ કરી ભુલાય ?

ટાઢ તડકો સહી મૌન થઈ જાય. 

આપે સંતાનને હર ઋતુનું રક્ષણ. 

એ રક્ષક કેમ કરી ભુલાય ?

'માં'જેનાં પગલે હરદમ ચાલે. 

એ પરિવારનો પરમેશ્વર. કેમ કરી ભુલાય ?

'માં'ચાલતાં શીખવે ઘૂંટણિયેથી પગભર. 

પણ પિતા પગભર ઉભો રહેતાં શીખવે જીવનભર. 

એ પિતા કેમ કરી ભુલાય?

પરિવારનું છત્ર છાયા કહેવાય. 

એ "મહાન પિતા" કેમ કરી ભુલાય ?

🖊️ જયા.જાની. તળાજા "જીયા "




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ