પુસ્તક
મારું મોંઘું ઘરેણું એટલે પુસ્તક
કઈ મુઝવણ હોય તો યાદ આવે પુસ્તક
ક્યારેક નિરાંત હોય તો સાથી પુસ્તક
કઈ ન સૂઝે ત્યારે હાથમાં પકડું પુસ્તક
જીવનના રસ્તે દીપક બની જાય પુસ્તક
અંધકારમાં પ્રકાશ ફેલાવે પુસ્તક
મૌન રહીને પણ ઘણું કહી જાય પુસ્તક
મારા મનનો સચ્ચો મિત્ર છે પુસ્તક
સમય મળે ત્યારે વિચાર જગાવે પુસ્તક
સપનાઓને નવી દિશા બતાવે પુસ્તક
હૃદયના ખાલીપાને ભરતું પુસ્તક
મારા જીવનનું અમૂલ્ય ધન છે પુસ્તક
સંસ્કૃતિ ને સંસ્કારનું સિંચન એટલે પુસ્તક
