તું આવે
શીર્ષક...ક્યારેક સાંજ ઢળે અને તું આવે
ક્યારેક સાંજ ઢળે ને યાદ બની તું આવે,
સાગરની લહેરોમાં હેત બની તું આવે.
આથમતા સૂરજની લાલીમા જેવી શરમાય,
ને મારી આંખોમાં એક સ્વપ્ન બની તું આવે.
પાછા ફરતાં પંખીઓ જેમ માળો શોધે,
એમ મારા હૈયામાં હુંફ બની તું આવે.
ભીની રેતી પર પગલાં તારા દેખાય,
મારી તરસેલી નજરે ચાંદ બની તું આવે.
મંદ પવન વહી જાય ને વાળ તારા લહેરાય,
મારી શ્વાસોની સુગંધ બની તું આવે.
દરિયાની લહેરો જેમ કિનારે વારંવાર,
મારા મનના કિનારે પ્રેમ બની તું આવે.
રાત પડે ને ચાંદની આંગણે ઊતરે,
મારી ઊંઘમાં મીઠું સ્વપ્ન બની તું આવે.
દૂર રહીને પણ ક્યાં દૂર રહી શકે તું,
મારી દરેક ધડકનમાં ધબકાર બની તું આવે.
