વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારી યાદો









તારી યાદમાં લખેલી એ વાતો સાચવીને રાખી છે,

હૈયાના ખૂણે પ્રેમની એક પોથી સજાવીને રાખી છે.


અત્તરની સુગંધથી મહેકતાં એ પાનાઓની વચ્ચે,

થોડી ગુલાબની પાંખડીઓ પ્રેમથી સુવડાવીને રાખી છે.


સવારના ઝાકળબિંદુ જેમ પાંદડાં પર ચમકે છે,

તારી યાદોની ભીનાશ દિલમાં સમાવીને રાખી છે.


વખતની ધૂળ ભલે ચઢી ગઈ હોય એ શબ્દો પર,

હર એક લાગણી આજે પણ હૈયે લગાવીને રાખી છે.


તું નથી પાસે છતાં તારો અહેસાસ છે શ્વાસોમાં,

તારી સાથે વિતાવેલી પળો ધબકનમાં વસાવીને રાખી છે.


કોઈ પૂછે કે પ્રેમની નિશાની તેં શું સાચવી છે?

મેં તો તારી યાદોની આખી દુનિયા સજાવીને રાખી છે. 



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ