વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પીપળાનું પાનું


" પીપળાનું પાન "

============

આપી પીપળા નું પાન,

પ્રેમનું પ્રદર્શન કર્યું તે,

તે તને યાદ છે,..?

મૂકી પુસ્તક વચ્ચે,પાન પીપળાનું,

ઊંડા લીધા શ્વાસ મેં,

એ મને યાદ છે..

મારા નામનો અક્ષર,ઘુંટી પાડી ભાત તે, 

તે તને યાદ છે,..?

આંખોં મીંચી,અડતાં એ અક્ષરને,

અહેસાસ થયો સ્વર્ગનો, 

એ મને યાદ છે..

ચા પીઇને,બેઠા.અડધી રાત સુધી.

તે તેને યાદ છે,?

ઝીણું,ઝીણું હસ્તાં,હરેક જવાબ દીધા મેં.

 એ મને યાદ છે..

પુસ્તકને પંપાળી પાછું લીધું,પીપળાનું પાન તે, 

તે તને યાદ છે,..?

કરી બે ભાગ,આપ્યો એક મને, 

ને બોલી,:- "આ મારુ દિલ છે."

એ મને યાદ છે....

જુદા થયાને,એક જમાનો થયો.

થયો પરાયો હું,તારે મન.

"યાદ"નો પાયો તું,મારે મન.

મારા જીગરમાં,તુ એક.

તારા જીગરમાં વસ્યા અનેક.

પાન સુકાયાં,પ્રેમ સુકાયાં

 પ્રેમમાં સાચાં -ખોટાં,આપણે પરખાયાં.

તે,તને યાદ છે,.?

હા,યાદ છે..

તે,કોલેજનાં,-પીપળાનાં ઝાડ ને......|

🖊️જયા.જાની.તળાજા."જીયા"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ