વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નિશ્ચય

નિશ્ચય

ગા8(તોટક)


માણસ પણ ઇશ નો ગ્રાહક છે,

પાર્થ  રથ  નો  પણ  વાહક  છે,


નિશ્ચય  બની  નિયમો  ને પણ,

પોતે  જગના તે  ધારક છે,


આગ  જ લાગે  છે? ત્યાં પણ,

એ જ્વાળા ના તો  દાહક છે,


આવે  છે ?  કઇક  મહામારી

આફત ના  પણ  નાયક  છે,


જગમા જ્યાં પણ જોયા સઘળા,

પૂજન કરતાં, જો  સાધક  છે,


સોંય  નહીં !  તલવાર નહી, તે

ક્યારેક  નિવડતાં  ઘાતક છે,


ભાગ્ય ઘણા ઉજળા જેના પણ,

તે હર  માણસનાં  તારક  છે,


ના  હોઇ  શકે  ? કોઈ ઉપરી

દુનિયા  પર  ના  તે શાસક છે,


ને   ફેલાઇ   પ્રતીતિ  જગતમાં,

'વિજ' ની શ્રદ્ધા પણ વ્યાપક છે,


@વિજય પ્રજાપતિ

   વમળ -

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ