વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પુસ્તક પરિચય

લેખક: રવિ વિરપરિયા

પુસ્તક નામ:ક્રોસિંગ ગર્લ (ધ જર્ની ઓફ અ ક્રિએટિવ હાર્ટિસ્ટ પાર્ટ ૧)

કિંમત:૫૦૧ રૂ.

"ક્રોસિંગ ગર્લ" રાજકોટના એક નાનકડા ગામમાં રહેતા લેખક રવિ વિરપરિયાની પહેલી બૂક.બુકનું કવર પેજ જ એટલું અફલાતૂન કે જોતા જ હાથમાં લેવાની ઈચ્છા થઈ જાય.બુકનું કવર પેજ અને નામ જોતા લાગે કે બૂક કોઈ સ્ત્રી,કોઈ એક યુવતીના જીવન વિશે હશે પણ..પણ...પણ

ક્રોસિંગ ગર્લ એટલે ૧૧માં ધોરણમાં ભણતા ક્રિષ્નાના જીવન ઘડતરની વાર્તા. ક્રોસિંગ ગર્લ એટલે સૌરાષ્ટ્રના ઇતિહાસની વાર્તા.

વાર્તાનું મુખ્ય પાત્ર ક્રિષ્ના એક નાનકડા ગામનો સામાન્ય છોકરો જેને ન તો પોતાના ભવિષ્યની ચિંતા છે, ન તો ભવિષ્યમાં શું કરવું છે એની કોઈ ખબર.

ક્રિષ્નાના જીવનમાં આવતા ઉતાર ચઢાવ,અચાનક બનતી ઘટનાઓ કે અચાનક મળતા લોકો તેની સાથે વાંચનારને પણ જીવનની અનિશ્ચિતતા સાથે જીવવાના પાઠ શીખવી જાય અને ક્રિષ્નાના જીવનમાં  સાગર નામના વ્યક્તિના આવવાથી થતા બદલાવ આપણને વિશ્વાસ અપાવી દે કે જીવનમાં આપણે કોઈને પણ એમ જ નથી મળી જતાં દરેકના આવવાનું કોઈ કારણ જરૂર હોય છે.

(સાગર કોણ છે એ તો બૂક વાંચીને જ જાણવું પડશે.)

કુલ ત્રણ ભાગમાં વહેંચાયેલી આ બુકના પહેલાં ભાગની શરૂઆત  પ્લેન ક્રેશની એક ભયંકર ઘટનાથી થાય છે.નવલકથાના મુખ્ય પાત્ર ક્રિષ્ના પટેલનો પ્લેન ક્રેશમા અકસ્માત થાય છે  અને અકસ્માતમાં હોસ્પિટલમાં પહોચેલા ક્રિષ્નાનુ ધ્યાન રાખતી ક્રિષ્નાની ખાસ ફ્રેન્ડને ક્રિષ્નાની ડાયરી મળે છે.

 આ ડાયરી અને મીરાની સંગાથે ક્રિષ્નાના ભૂતકાળ અને વાર્તાના ફ્લેશબેકની શરૂઆત થાય છે.જેમાં ફ્યુચર લેબના મસ્ત મજાના ટાસ્ક છે,ટીચર્સના અવનવા નામ છે,યુવાનીમાં પ્રવેશતા ક્રિષ્નાના પ્રેમસંબંધની વાત છે, કાકાની કીટલી પરની ધમાલ છે અને સાગરના છોકરીના છપ્પામાં મળતું બ્રહ્મજ્ઞાન છે.

બુકની શરૂઆતમાં ફ્યુચર લેબનું ભવ્ય વર્ણન તમને કોઈ એનીમેટેડ ફિલ્મ જેવું લાગે અને ફ્યુચર લેબની સિક્યોરિટી ગાર્ડ દેવી રોબોટ ફિલ્મના ચીટ્ટીની યાદ અપાવી દે છે.વાર્તામાં કાકાની કીટલી હોસ્ટેલ અને કોલેજ સમયની મસ્તી સાથે માનવતાના મૂલ્યો શીખવી જાય તો મઘુમાસી માની મમતા સમજાવી જાય.

ગ્રાન્ડ એફએમ ઘડપણની એકલતા સમજાવી જાય,તો ગીર,ગિરનાર સૌરાષ્ટ્રની ભવ્યતા સમજાવી જાય. બુકની સૌથી સારી વાત કે જીવનની જેમ બુકની વાર્તા પણ કોઈ એક મુદ્દા પર નથી.બુકમાં માતાપિતાના સપના અને પોતાની ઈચ્છાઓ વચ્ચે પિલાય જતા આજના યુવાનોની વાત છે તો સાથે જ સ્ત્રીઓને

 માસિકધર્મથી લઈને શારીરિક દેખાવને કારણે ભોગવવી પડતી  તકલીફની વાત છે.

 વાર્તામાં ગબ્બર ડોન જેવા દેશના કાળા કામ કરનાર લોકોની વાત છે તો આ બધાની સાથે સૂતરફેણી રંગલા રૂપે દેશની ભૂલાઇ ગયેલી સંસ્કૃતિની વાત છે.

જો કે એક જ વાર્તામાં એકસાથે આટલા સામાજિક મુદ્દાને કારણે ક્યાંક વાર્તા સેલ્ફ સર્ચની સફર કરતા વધુ પડતી સામાજિક થતી લાગે.પણ વાર્તાના નાના નાના સવાંદ મન પર અમીટ છાપ છોડી જાય  જેમ કે, 

"મન ન લાગે તો બધું જ નકામું".

" જાત સાથે પ્રમાણિક બનો..એકવાર વિશ્વાસ ગુમાવશો પછી લાઇફમાં ગુમાવવા જેવું કશું જ નહિ બચે".

"આર્ટ એ પડદા પાછળના ગ્રે શેડની કહાની છે,એ અભાવોની અભિવ્યક્તિ છે.ક્યારેક પીડા કેઓસ કે ખુદને સાબિત કરવાના ઝનુનમાંથી જન્મે છે.એમાં બધું આઝાદ છે."

-divyamodh (diya's poetry)


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ