વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શુક્ર મંગળ ભાગ ૧

પુસ્તક - શુક્ર મંગળ ભાગ ૧ 
લેખક - કાજલ ઓઝા વૈદ્ય 
એક થ્રિલર વાર્તા.જેનો કેન્દ્રબિંદુ રઘુ કરી ને અભણ છોકરો છે જે સુરત ની ગલીઓ મા ચોરી લૂંટફાટ કરી ને મુંબઈ ના અંડરવલ્ડ ને પોતાના હાથ મા લે છે. 
રઘુ ને પ્રેમ કરતી બે સ્ત્રીઓ જે એકદમ તેજ વાઘણ જેવી પણ રઘુ ને લઇ ને એકદમ માલિકીભાવ રાખે છે.સંજોગો એવા ઉભા થાય છે કે રઘુ બંને માંથી એક ને પણ પોતાના જીવન થી દૂર કરી શકે એમ નથી.સ્ત્રી નો પ્રેમ , ત્યાગ , લગાવ અને વેર આ વાર્તા મા જોવા મળે છે. પોતાના અને પારકા ની રમત એક બીજા ના જીવ લેવા સુધી ચાલે છે. 
વાર્તા બોમ્બબ્લાસ્ટ મર્ડર બધું જ ધરાવે છે.વાર્તા ની શરૂઆત થી લઇ ને અંત સુધી પહેલાભાગ મા રઘુ અંડરવલ્ડ પર પોતાનું શાસન જમાવે છે અને અહીં સુધી પહોંચવામા એના જીવનની બંને સ્ત્રીઓ કારણ બની છે. 
ઘણા રહસ્યો થી ભરપૂર ભાગ પહેલો તમને સતત પોતાના મા જકડી રાખે છે. 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ