સ્વ્પ્નદ્રષ્ટા
પુસ્તક - સ્વ્પ્નદ્રષ્ટા
લેખક - કનૈયાલાલ મુનશી
સ્વપ્નદ્રષ્ટા એ સામાજિક નવલકથા છે. આઝાદી પહેલા આઝાદી માટે લડનાર યુવાનો ના વિચારો , કોંગ્રેસ ના સંમેલનો , છુપા મંડળો આ દરેક વસ્તુ થોડા અંશે જરૂર મુજબ લખાયેલી છે.
નાયક સુદર્શન બાળપણ થી વાંચવાના શોખ ને લીધે ઘણા બધા ઇતિહાસ ના પુસ્તકો વાંચવાથી બાળપણ થી યુવાની વચ્ચે પોતાની એક અલગ જ દુનિયા બનાવી રાખી છે.પોતાના સ્વપ્ન ની દુનિયા જ્યાં યુદ્ધો છે વિજય છે જરૂર પડ્યે યોદ્ધાઓ નો સાથ આપ્યો છે.જેમ જેમ સમજ વધતી ગઈ એમ એમ સ્વપ્નમિત્રો વાંચન સાથે બદલાય છે. આગળ જતા સુદર્શનમા દેશ આઝાદી ની ઝંખના જાગે છે પોતાની સ્વપ્ન નગરી ભારત અને ભારતમા ને આઝાદ કરવાની આસપાસ રચે છે. હકીકત મા આ બધા માટે થયેલા પ્રયાસો એક પછી એક મિત્રોના પાછળ હટવાથી નિષ્ફળ જાય છે. આખરે પોતે બધું છોડી પોતાના પિતાની મરજી મુજબ બેરિસ્ટર બને છે.
આ બધા વચ્ચે લગ્ન , પ્રેમ , પ્રેરણા , પ્રેમમા નિષ્ફળતા આ બધું પણ આલેખાયું છે. આઝાદી પહેલા ના સમય નું વર્ણન છે.
