વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કાજલ ઓઝા વૈદ્ય ની વાર્તાઓ


પુસ્તક - કાજલ ઓઝા વૈદ્ય ની વાર્તાઓ 
લેખક - કાજલ ઓઝા વૈદ્ય 

આઠ વાર્તાઓ નો સમૂહ આ પુસ્તકમા છે. સંબંધો ના તાણાવાણા અંકબંધ રીતે ગુંથાયેલા છે. વાર્તાઓમા અલગ અલગ લાગણીઓ વર્ણવામાં આવી છે. 
આપણે કોઈનું દુઃખ સાંભળી ને સમજી ને પોતાની જાત સાથે જોડી શકીએ છીએ. ઉંમરનો તફાવત હોવા છતા એકબીજાના પ્રેમ મા પડવુ પણ દરેક પ્રેમકથા પુરી નથી થતી પણ એનો મતલબ એવો એ નથી થતો કે પ્રેમ ન હતો.
પુરુષ આજીવન ઘરમા દરેક સંબંધ સાચવવા પોતાની જાત ને ભૂલી જાય છે.પુરુષ ની જરૂરિયાત શું છે કદાચ ક્યારેક ખ્યાલ જ નથી આવતો. સંબંધ ક્યાંક હોય અને લાગણી ક્યાંક હોય ત્યારે એ બંને વસ્તુ ની જવાબદારી લેવી પડે છે. જીદી અને પોતાનુ ધાર્યું કરાવતી સ્ત્રી પોતાનો જ સંબંધ ગુમાવે છે .
લાગણીઓ આજીવન હૃદય ધબકતુ રાખે છે.લાગણી ની કોઈ ઉંમર નથી હોતી પ્રેમ મેળવવાનો હક્ક દરેક ને હોય છે. જવાબદારીઓ નો ભાર જીવનમા ક્યારેક તો થકવી દેવાનો છે જ. એકલતા મા નથી જીવાતું પણ એકાંત સાથે જીવાય છે. માણસ મા બદલાની ભાવના એના સાથે થયેલા અન્યાય ને લીધે જન્મે છે. કોઈ તમને વિરહ ભોગવી ને પણ ગળાડૂબ પ્રેમ કરી શકે છે. 
સ્ત્રીઓને સમજાવી અને સમજવી અઘરી છે. એક સ્ત્રીનો થઇ ને રહેનાર પુરુષ સહેલાય થી જીવી શકે પણ એક થી વધુ સ્ત્રીઓ સાથેના સંબંધ અંતે તો ખાલીપો આપે છે. 
જવાબદારી થી જોડાયેલા સંબંધ મા પ્રેમ હોવો જરૂરી નથી. આજીવન પૂર્ણતા થી જીવન જીવી ગયા હોય એવા લોકોના જીવનમા પણ કોઈ એક બાબત ની અધૂરપ હોય છે .
છેલ્લી વાર્તા સ્ત્રી એ તો વાંચી ને જ સમજવા જેવી છે.સ્ત્રીનો ત્યાગ , પ્રેમ , ઝંખના , વિરહ , મોહ બધી લાગણીયો દર્શાવી છે. ઇતિહાસ ની અમુક સ્ત્રીઓ ની વેદના એમનો સ્ત્રી સાથેનો સંવાદ ખુબ જ સુંદર છે. 
નાની નાની વાર્તાઓ પણ ઘણુ કહી જાય છે. 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ