વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નીરજા ભાર્ગવ

પુસ્તક – નીરજા ભાર્ગવ

લેખક – અશ્વિની ભટ્ટ


અશ્વિની ભટ્ટની સળંગ ત્રીજી રહસ્યમય નવલકથા મેં વાંચી છે.

રહસ્યને અંત સુધી જાળવી રાખવું એમની આગવી કળા છે.

કથાની શરૂઆત એક સામાન્ય રેલવે સ્ટેશન પરથી થાય છે. એક પછી એક ઘટનાઓનો ક્રમ એક સામાન્ય સ્ટેશન માસ્ટરને એક મોટા કૌભાંડને ખુલ્લો પાડવામાં જોડે છે.


અચાનક સ્ટેશન માસ્ટરના ઘરમાં આવેલી એક છોકરી સાથે જોડાયેલા લોકો તેનું જીવન એક અલગ જ રહસ્ય સાથે ગૂંથી દે છે. નીરજાને બચાવવાથી લઈને તેની સાથે જોડાયેલા રહસ્યો જાણવા સુધી, સ્ટેશન માસ્ટર ચેતન બાલી અનેક મુશ્કેલીઓમાં ફસાય છે — જે ઘણીવાર તેના માટે જીવલેણ સાબિત થાય છે. તેમ છતાં, તે આ રહસ્ય ઉકેલવા અને નીરજાને બચાવવા અંતિમ શ્વાસ સુધી લડે છે.


રહસ્ય, રોમાંચ અને કાવાદાવાથી ભરેલી આ કથા અંતે પ્રેમના રંગે પૂર્ણ થાય છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ