વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રાહત ની રોજનીશી

પુસ્તક – રાહત ની રોજનીશી

લેખક – ડો. નિર્મિત ઓઝા


ગુજરાતી સાહિત્યમાં આગવું નામ ધરાવતા આ લેખકને હવે વધુ ઓળખાણની જરૂર નથી. તેઓ ખાસ કરીને યુવા વર્ગમાં વધુ પ્રખ્યાત છે.


‘રોજનીશી’ નો સીધો અને સહેલો અર્થ થાય છે — રોજનું રોજ લખાતું વર્ણન.

અપણે નાના હતા ત્યારે ‘રોજનીશી’ શબ્દનો ઉપયોગ કરતા. સ્કૂલમાં મળતું લેસન અને બીજી દરેક પ્રવૃત્તિની નોંધ આપણે તેમાં કરતાં.


આ પુસ્તક પણ જીવનની એવી જ એક રોજનીશી છે.આપણે રોજબરોજના જીવનમાં જે અનુભવીએ છીએ, એ જ વાતોને સરળ શબ્દોમાં અહીં રજૂ કરવામાં આવી છે. ઘણા એવા પ્રશ્નો હોય છે, જેમના જવાબ આપણને નથી મળતા — કદાચ એ જવાબો અહીં મળી જાય. માનવ સ્વભાવના અટપટા અનુભવોને આ પુસ્તક ખૂબ સહેલા અને સમજણભર્યા બનાવી આપે છે.


કવર પેજ પર જ લખેલું છે — રોજનું એક પાનું. પરંતુ વાંચવાનું શરૂ કરતાં જ પુસ્તક હાથમાંથી મૂકવાનું મન થતું નથી.


સરળ ભાષામાં લખાયેલું હોવાથી અને સામાન્ય રીતે દરેકના જીવનમાં આમાંથી લગભગ દરેક અનુભવ થતો હોવાથી, લખાણ બહુ પોતીકું લાગે છે અને ખૂબ જ ટૂંકા સમયમાં વાંચી શકાય એવું છે.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ