ઓથાર ભાગ – ૧
પુસ્તક – ઓથાર ભાગ – ૧
લેખક – અશ્વિની ભટ્ટ
આ એક મહાન નવલકથા છે. નર્મદાને ખોળે રચાયેલી આ કથા વિપ્લવ પછીના સમયથી શરૂ થાય છે. સન ૧૮૫૭માં થયેલા યુદ્ધથી આ કથાનો આરંભ થાય છે.
આ નવલકથામાં રાજવી કુટુંબ, અંગ્રેજ શાસન, બાગીઓ અને પિંડારીઓ — દરેકનું વિસ્તૃત વર્ણન મળે છે. અંગ્રેજોના તાબે ગયેલા રાજ્યોના રાજકુટુંબોની સ્થિતિ, છુપાઈને બળવો કરતા લોકો અને પોતાના પિતાને ગદ્દાર ગણનાર લોકો વચ્ચે એક રાજકુમાર જ્યારે પોતાના પિતાની દેશપ્રત્યેની વફાદારી વિશે જાણે છે, ત્યારે કથા નવી દિશા લે છે.
અંગ્રેજ સ્ત્રીનો પ્રેમ રાજકુમારને તેની સાથે લગ્ન કરવાની ફરજ પાડે છે, તો બીજી તરફ રાજકુમાર એક બાગીને પ્રેમ કરતો હોય છે.
એકબાજુ સત્તા છે, તો બીજી તરફ પ્રેમ. આ બધાની વચ્ચે અંગ્રેજો સાથેની લડાઈ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વર્ણવાઈ છે.
પ્રથમ ભાગમાં રાજકુમાર પોતાના પિતાને નિર્દોષ સાબિત કરવા અને પોતાના પ્રેમને મેળવવાનો નિર્ણય લે છે.
બીજા ભાગમાં અંગ્રેજોની સત્તા સામે રાજકુમાર આગળ શું કરે છે, તે વાંચવું રહ્યું.
