વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઓથાર ભાગ – ૨

પુસ્તક – ઓથાર ભાગ – ૨

લેખક – અશ્વિની ભટ્ટ


બે ભાગમાં વહેંચાયેલી આ કથામાં સાચા નાયક તો કથાની નાયિકાઓ જ છે.

એ પછી જાનોરની મહારાણી રાજેશ્વરીદેવી હોય — જેઓ અંત સુધી પોતાની બુદ્ધિમત્તાથી જાનોર અને આ વાર્તાના દરેક પાત્ર સાથે વ્યવહાર કરે છે —

કે પછી કોઈપણ આશા રાખ્યા વગર સેજલસિંહને પ્રેમ કરનાર સેના.


સેના સતત નર્મદાના તટે બાગીઓ વચ્ચે રહી હતી. તેને જાનોરની રાણી બનવાનું સ્વપ્ન નહોતું; તેને તો માત્ર સેજલસિંહને પ્રેમ કર્યો હતો.

તોય સમય આવતાં તેણે રાજપૂતની જેમ વર્તન કર્યું અને પોતાના પતિ તથા બાળકોના પિતા તરીકે ખેરાસિંહ નામનો સ્વીકાર કર્યો — તે પણ રાજેશ્વરીદેવીનું વચન પાળવા માટે.

અંગ્રેજ સ્ત્રી ગ્રેઈસ પણ રાજપૂત સમોવડી સાબિત થાય છે. તેણે લગ્નના બંધન વિના પોતાની જાત અને પોતાનો પ્રેમ સેજલસિંહને અર્પણ કર્યો હતો. સમય આવતાં તે એક પતિધર્મ પાળતી સ્ત્રી તરીકે જાનોરની પડખે ઊભી રહી અને આજીવન વિધવા બનીને જાનોરમાં વસે છે.


સેના અને ગ્રેઈસ — બંને સેજલસિંહને પ્રેમ કરતી હોવા છતાં વિધવા તરીકે જીવન વિતાવવું પડે છે અને સેજલસિંહના બાળકોને એકલેહાથે મોટા કરે છે.


બાલીરામજી, ગજાનન, ધાનોજી, ખંડેરાવ, આજો, સંતોંજી અને આવા અનેક પાત્રો છે, જે પૂરી શ્રદ્ધા અને કર્તવ્યનિષ્ઠા સાથે જીવનમાં વર્તે છે.


વિપ્લવવાદીઓ, પિંડારીઓ, રાજપૂતો અને અંગ્રેજોથી ભરેલી આ નવલકથાનો બીજો ભાગ ખરેખર અજોડ છે.

અંત પણ સુખદ નથી; બધા અલગ થઈને જીવન જીવી રહ્યા છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ