વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આયનો

પુસ્તક : આયનો

 લેખક : અશ્વિની ભટ્ટ

રહસ્યથી ભરેલી નવલકથા ‘આયનો’ ગુજરાતી છાપાઓમાં હપ્તાવાર છપાયેલી નવલકથાઓમાંથી એક છે. આ વાર્તામાં મિત્રતા, પ્રેમ અને રહસ્ય—બધું જ સુંદર રીતે આલેખવામાં આવ્યું છે.

વાર્તાનું કેન્દ્રબિંદુ કેસર છે; એની આસપાસ આખી નવલકથા ગોઠવાઈ છે. શરૂઆતમાં પ્રેમત્રિકોણ જેવું લાગે છે, પરંતુ જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ રહસ્યો ખુલતા જાય છે. જીવંત લોકોથી લઈને આત્માઓ અને સ્વપ્નમાં મૃત્યુ પામેલા લોકોના સંકેતો—આ બધું જ અત્યંત અદ્ભુત રીતે રજૂ થયું છે.

કેસર નામની સ્ત્રીનો પરિચય ખૂબ સારી રીતે આપવામાં આવ્યો છે. કથાનું મૂર્ત પાત્ર હોવા છતાં, તે જીવંત લોકોની જિંદગીને ધરખમ રીતે બદલી નાખે છે. રહસ્ય અને રોમાંચથી ભરેલી આ કથા ખૂબ જ રસિક છે અને અંત સુધી સતત વાંચવા પ્રેરે છે.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ