વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લજ્જા સન્યાલ

પુસ્તક – લજ્જા સન્યાલ
લેખક – અશ્વિની ભટ્ટ

નામાંકિત અભિનેત્રી લજ્જા સન્યાલની આ કથા છે. લાખો પ્રેક્ષકોની સ્વપ્નસુંદરી સમી લજ્જાને એક હત્યાના ગુનામાં સજા કરવામાં આવે છે, તે પણ જન્મટીપની. અઢી મહિના સુધી ચાલેલા આ કેસમાં લજ્જા પોતાને નિર્દોષ સાબિત કરી શકતી નથી.
આખરે જન્મટીપ કરતાં આત્મહત્યા વધુ સહેલી લાગતા, તે આત્મહત્યાનો પ્રયાસ કરે છે. ત્યાંથી જ રહસ્યની શરૂઆત થાય છે. લજ્જાને નિર્દોષ સાબિત કરવા સાથે સાથે ખૂન કોણે કર્યું છે, તે પાછળનું આખું રહસ્ય શોધવામાં આવે છે.
ખૂન પાછળનું કારણ અને આ બધું કરનારાઓ સામે લડત આપવાની સમગ્ર સફર આ કથામાં સમાયેલી છે.
અભિનેત્રી ફિલ્મોમાં પાત્રો ભજવતા ભજવતા, હકીકતમાં તેના જીવનમાં પણ ફિલ્મો જેવા બનાવો બનવા લાગે છે. ખૂબ જ રસપ્રદ રીતે આ રહસ્ય રજૂ કરવામાં આવ્યું છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ