મહાન હૃદયોના સારેગમપધની
પુસ્તક - મહાન હૃદયોના સારેગમપધની
લેખક - સંજીવ શાહ
ચારિત્ર્ય ઘડતર અંગે સમજ આપતું આ પુસ્તક, પોતાની જાતનું વૈજ્ઞાનિક ઢબે કેવી રીતે ચારિત્ર્ય ઘડતર કરી શકાય તે યોગ્ય આયોજન, ઉદાહરણો અને સરળ ભાષામાં સમજાવે છે.
દરેક મનુષ્યની અંદર વિકાસ માટેની અનંત સંભાવનાઓ હોય છે; બસ પોતાની જાતને સતત વિકસાવવાની પસંદગી મનુષ્યની પોતાની હોવી જોઈએ.
જીવનની દરેક સમસ્યા અને દરેક સંબંધને સમજવાની તથા કેવી રીતે યોગ્ય રીતે વ્યવહાર કરવો તેની સમજ જરૂરી છે. પોતાની જાતને સતત બદલતા રહેવું પણ હકારાત્મક અભિગમ સાથે ખૂબ જ જરૂરી છે.
શારીરિક, માનસિક અને આર્થિક રીતે પ્રથમ પોતાનો વિકાસ જરૂરી છે; પછી જ આપણે બીજા લોકોને મદદરૂપ થઈ શકીએ.
દરેક સંબંધમાં જ્યારે લાગણીની અછત અનુભવાય છે, ત્યારે સામેવાળા વ્યક્તિને કંઈ કહેતાં પહેલાં તેને સાંભળવું, સમજવું અને પછી જરૂર હોય ત્યાં સમજાવવું જોઈએ.
જીવનની દરેક પરિસ્થિતિને એક અલગ રીતે જોવાની સમજ આપવામાં આવી છે. દરેક વાત યોગ્ય દૃષ્ટાંત સાથે રજૂ કરવામાં આવી છે. દરેક મુદ્દા પછી તેનો ટૂંકો સાર અને જીવનમાં તેને કેવી રીતે અમલમાં મૂકવો તેની પણ સમજ આપવામાં આવી છે.
ખૂબ જ ધ્યાનથી વાંચન જરૂરી છે. સમય લાગશે, પરંતુ પુસ્તક જેટલી વાર વાંચશો, એટલી વાર તમને કંઈક નવું શીખવા મળશે. ચારિત્ર્ય ઘડતર સૌથી મહત્વનું છે. સ્વવિકાસ કરીને જ આપણે બીજાના વિકાસમાં મદદ કરી શકીશું.
